LPG સિલિન્ડર માત્ર બુકીંગ કરાવી લેવાથી નહીં મળે, 1 નવેમ્બરથી હોમ ડિલીવરીની સિસ્ટમ બદલાઈ જશે

પ્રતીકાત્મક તસ્વીર

ન્યુ દિલ્હી : 1 નવેમ્બરથી LPG સિલિન્ડરની હોમ ડિલીવરીની પ્રક્રિયા પહેલા જેવી નહીં કેમકે ડિલીવરી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી રોકવા માટે સાચા કસ્ટમરની ઓળખ કરવા માટે કંપનીઓ નવી ડિલીવરી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ નવી ડિલીવરી સિસ્ટમનું નામ  DACનું આપવમાં આવ્યું છે. એટલે કે ડિલીવરી ઓથેંટિકેશન કોડ. 

હવેથી ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થઈ જશે. કારણકે એડ્રેસ ખોટુ કે મોબાઈલ નંબર ખોટા હશે તો આ કારણથી આ લોકોના સિલિન્ડરની ડિલીવરી રોકવામાં પણ આવી શકે છે.

હવેથી માત્ર બુકીંગ કરાવી લેવાથી ભરેલા સિલિન્ડરની ડિલીવરી નહી મળે પરંતુ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવશે. આ કોડને જ્યાં સુધી તમે ડિલીવરી મેનને કોડ નહીં દેખાડો ત્યાં સુધી ડિલીવરી પૂરી થશે નહીં. અને કેટલાક ગ્રાહકો એવા પણ છે જેણે ડિસ્ટ્રીબ્યુટરને મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યાં તો ડિલીવરી બોયની પાસે રહેલી એપ્લીકેશનથી તમે રીયલ ટાઈમ તમારો નંબર અપડેટ કરાવી શકો છો. તે બાદ એક કોડ જનરેટ કરી શકશો.